સદાવ્રત
દરેક ધર્મ માં સદાવ્રત અલગ અલગ રીતે કરવા માં આવે છે. સદાવ્રત એક ખુબજ મહત્વ નું કાર્ય છે. સદાવ્રત માં કોઈપણ જાતી-જ્ઞાતી ના ભેદભાવ વગર ,સુનિશ્ચિત સ્થળે નિયમિત પણે સાધુ-સંતો, ભૂખ્યા ,અતિથિ ,તીર્થ યાત્રીઓને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. સરકારશ્રી અને નામાંકિત સંસ્થાઓ પણ આવા કર્યો કરવા સદાયે કાર્યરત છે.
શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ -વિજાપુર . દરરોજ ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિ ઓને સદાવ્રત નો લાભ મળે તે માટે સુનિશ્ચિત છે. શુધ્ધ અને સાત્વિક ભોજન પ્રદાન કરવાં કાર્યરત છે. દુનિયા માં સદાવ્રત અલગ અલગ રીતે કરવાંમાં આવે છે. ભોજન માં દાળ, ચાવલ, રોટી. સબ્જી , સ્વીટ. આપવા માં આવે છે. દિવસ માં બપોરે-સાંજે અલગ અલગ ભોજન બનાવી જમાડવા ની વ્યવસ્થા છે. સાથે શુદ્ધ ઠંડા પાણી ની વ્યવસ્થા છે .દરેક ધર્મ માં ભૂખ્યા ને ભોજન આપવાથી જે આશીર્વાદ મળે તેના થી રૂડું શું હોય શકે?
અતિવૃષ્ટિ – અનાવૃષ્ટિ , કુદરતી સંકટો માં નિઃસહાય ને મદદે આવી ,કપડાં. અન્ન . ફૂડ પેકેટો મહિલા ઓ દ્વારા તૈયાર કરી અલગ અલગ સેવાકીય સંસ્થા ઓ મારફતે મોકલવા માં આવે છે. આવી આફતો નું કોઈ સ્થાન કે સમય હોતો નથી .
આ કાર્ય માટે આપ જોડાઈ સેવામાં સહભાગીદારી કરી ,અને નિઃસ્વાર્થ પણે યોગદાન કરી શકો છો. કુટુંબ ની વ્યક્તિ ના નામે પુણ્યદાન કરી શકો છો.
એક દિવસ : બપોરે ભોજન : રૂ. ૨૫૦૦.૦૦
એક દિવસ : સાંજે ભોજન : રૂ. ૨૦૦૦.૦૦
ઇન્કમટેક્ષ ધારા ૮૦ જી હેઠળ દાન સ્વિકારવા માં આવે છે.