ઘાસચારો- જીવદયા
‘જીવદયા’ એ માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે. પાલતુ પ્રાણી આપણાં જીવનમાં આનંદ પ્રદાન કરે છે. આપણાં જીવન માં એક નવી ઉર્જા આપે છે. નિઃસ્વાર્થ પણે આપણને પૌષ્ટિક દૂધ પ્રદાન કરે છે. જેમાં થી આપણે અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી જીવન નિર્વાહ કરીએ છે.
ગાય ની હિન્દુ ધર્મમાં ‘ગાયમાતા’ તરીકે પુજા થાય છે.કહેવાય છે કે ગાય માં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાથી તેને પવિત્ર માનવામાં આવે છે.મનુષ્ય લોક માં જે ગાયમાતા ની સેવા પુજા કરે છે, તેના ઉપર આવતા બધા સંકટોમાં થી તે મુક્ત થાય છે. તેથી ગાયમાતા નું મનુષ્યના જીવન માં મહત્વનુ સ્થાન છે.
તો આવો આપણે સૌ સાથે મળી ગાયમાતાની માવજન તેમજ સેવા નું કાર્ય કરીયે.સમગ્ર ભારત દેશ ના જુદા જુદા રાજ્યો માં ગાયમાતા માટે ગૌશાળા ઓ મોજૂદ છે. દેશના દરેક ધર્મ માં ગૌશાળા એક મહત્વ માધ્યમ હોવાથી એક ઉર્ઝા પ્રાપ્ત થાય છે.
દરેક રાજ્ય માં આવેલ ગૌશાળાઓ ,પાંજરાપોળો તેમજ ગૌચરોમાં ખોડા તેમજ અશક્ત પ્રાણીઓ ને પાળવામાં આવે છે. આવા પ્રાણીઓ ના જીવન નિર્વાહ માટે દુઃષ્કાળ, તેમજ અતિવૃષ્ટિ સમયે ઘાસચારાની તંગી ઊભી થતાં સેવાકીય સંસ્થાઓ સૂકો તેમજ લીલો ઘાસચારો મોકલી ને એક જીવદયા નું ભગીરથ કાર્ય પૂર્ણ કરે છે
તો આવો શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ- વિજાપુર ના આ ‘જીવદયા’ ના કાર્ય ને વેગ આપવા આપશ્રી ની ભાગીદારી થી અમુલ્ય લાભ લઈ જીવન ને ધન્ય બનાવીએ.
ઘાસ ચારા ૭૦૦ કિલો પેકિંગ દીઠ : રૂ. ૩૨૦૦.૦૦
ઇન્કમટેક્ષ ધારા ૮૦ જી હેઠળ દાન સ્વિકારવા માં આવે છે.