શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ – વિજાપુર – ટ્રસ્ટીઓ નો પરિચય

આ સંસ્થા ના અધ્યક્ષ શ્રી કનુભાઈ નો જન્મ ગુજરાત રાજ્ય , મહેસાણા જિલ્લા , વિજાપુર તાલુકા માં એક નાના ગામડા માં એક સામાન્ય પરિવાર માં થયેલો,પાંચ ભાઈ અને બે બહેનો ,માતા -પિતા સાથે તેમની પરવારીશ થયેલ.

માતા-પિતા ના નિષ્ઠાવાન, દિર્ગદ્રષ્ટી, બાળકો માં સારા સંસ્કાર નું સિંચન થાય તે માટે સ્થળાંતર કરી નાના ધંધા ની શરૂઆત કરી,વસ્ત્ર, સિનેમા , અને તંબાકુ નો વેપાર કરી, બાળકોમાં ધંધાકીય સૂઝ આપી. ઉચ્ચ ભણતર આપી પગપર કર્યા. સમાજ માં નામના પ્રાપ્ત કરી, માતા ના પ્રેમાળ અને ધાર્મિક વૃત્તિ નું સિંચન, બીજા પ્રત્યે મદદ કરવી એ માટે પૂરતું ધ્યાન આપતા. આથી એક કુટુંબકમ ની ભાવના , સંયુક્ત કુટુંબ રાખવા અતિશય મહેનત કરી. સર્વે ભાઈ-બહેનો ને સંસ્કારી કુટુંબ માં લગ્ન કરાવી, સુખમય બનાવ્યા.

શ્રી કનુભાઈ એ માઇક્રો-બાયોલોજી નો અભ્યાસ કરી, વર્ષ -૧૯૭૭ થી ૧૯૮૭ દરમ્યાન નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન માં કેમિસ્ટ તરીકે ફરજ બજાવી, ૧૯૮૭ થી ૨૦૧૦ દરમ્યાન તેઓએ પોતે રિસર્ચ કરી“ વન્ડર” બ્રાન્ડ થી ડીટર્જન્ટ બઝાર માં મુકી, એવોર્ડ અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો.

તેઓના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેન પટેલ ના સંપૂર્ણ સહકાર થી ધંધામાં પ્રગતિ કરી. અવિરત, અને અગાથ પ્રયત્નો કરી તેઓને નાણાકીય સહાય, તેમજ જાતમહેનત કરી , જયશ્રીબેન એક સામાજીક કાર્યકર છે.તેઓ સૌને સાથે રાખી તેમના વિકાસ માં ફાળો આપે છે. ગરીબો અને નિઃસહાય મહિલાઓ પ્રત્યે પ્રેમ આદર રાખીને તેમના પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટે તત્પર રહે છે,તેઓ સામાજિક સૂઝ ધરાવે છે,ધાર્મિક પ્રવૃત્તિઓ માં સતત કાર્યરત છે.

એક જ પુત્ર શ્રી આકાશભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અનુભવ મેળવવા પ્રાઈવેટ કંપની માં ૧૦ વર્ષ નોકરી કરી ઓટોમોબાઇલ ના મોટા ધંધા માં ઝંપલાવ્યું, સારી નામના પ્રાપ્ત કરી, તેમના લગ્ન ૨૦૧૫ માં થયા, તેમના ધર્મપત્ની શ્રીમતી ગાયત્રીબેન એક શિક્ષાત્મક સ્વભાવવાળા,તેઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. સાચા માર્ગે જીવન પરોવયેલું રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.તેઓ એ પણ નામાંકિત કંપની માં મૅનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે.પતિ-પત્ની , એક પુત્રી -ધ્યાના,એક પુત્ર- યોહાન, ના વિકાસ અને ધાર્મિક વૃત્તિ જળવાઈ રહે,અને તેમની પરવરીશમાં પૂરતું ધ્યાન આપે છે. તેઓ નાના મોટા ધંધા કરી લોકોને રોજીરોટી આપી પોતાના જીવન ને ધન્ય માને છે.

શ્રી કનુભાઈ કે. પટેલ (કે.કે.પટેલ)

અધ્યક્ષ

શનિદેવના નવ વાહન છે:

કાગડો, ભેંસ, ગંદેર, ગીધ, સિંહ, હરણ, ગધેડો, ઘોડો, વીર

galaxy

ઇતિહાસ

સને ૧૯૯૪ માં શ્રી કનુભાઈ ના નાના ભાઈ ની તબિયત બગડતાં તેઓ ભાઈ ને ગુમાવી બેઠા તે સદમો પિતાશ્રી ને લાગતા પિતાશ્રી ની તબિયત બગડી અને ૧૯૯૬ માં તેમની છત્રછાયા ગુમાવી, આ કઈ રીતે થયું? તેની સતત ચિંતા માં રહેતા ધંધા માં તકલીફ પડતાં પરિસ્થીતી સામાન્ય આવી ગઈ, આ મનોમંથન કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. એક દિવસ તમને સ્વપ્નમાં શનિદેવ નો સંકેત થયો,આ સંકેત પાછળ પ્રયત્નશીલ રહીને તેમણે અલગ અલગ જગ્યા એ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરી સલાહ સૂચનો કરી અને કરાવી “શ્રી શનિદેવ ની સાડા સાતી” માટે સંપૂર્ણ અભ્યાસ કરી પોતાના જીવનમાં બની, તે બીજાના જીવન માં ન બને તે માટે પ્રયત્નશીલ રહ્યાં.

સને.૨૦૧૨ માં તેમને મળેલ જમીન માં સ્વ્પ્નમાં આપેલા શ્રી શનીદેવ મહારાજ ના સંકેતો સફળ બનાવવા, લોકો માં જાગૃતી લાવવા, ધાર્મિક વૃતિ કેળવવા, સને ૨૦૧૩ માં શ્રી કનુભાઈ એ પિતાશ્રી તરફ થી મળેલી જમીન ઉપર, ઉત્તરાખંડ- કેદાર માં આવેલ શ્રી માધવાશ્રમજી મહારાજ જ્યોતિષ પીઠ ના જ્યોતિષ પીઠાદ્ધિશ્વર શ્રી જગતગુરૂ શંકરાચાર્ય ની પધરામણી કરી શાસ્ત્રોક્ત વિધી થી બ્રાહ્મણો દ્વારા ૧૦૮ કુંડી હવન કરાવી, શ્રી શંકરાચાર્યજીના વરદ હસ્તે શિલાન્યાસ અને ભૂમિપૂજન કરાવી આ ભૂમિ ને પાવન કરી.

આ પ્રસંગ નિમિત્તે દાન-દક્ષિણા લીધા વિના ૨૭૦૦૦ વ્યક્તિઓ ને નિઃશુલ્ક ભોજન કરાવી આશિર્વાદ મેળવ્યા.

શ્રી શંકરાચાર્યજી એ હજારો વ્યક્તિ ઓને પૂજા લક્ષી કાર્યો, લોકસેવાઓ, બીજા પ્રત્યે પ્રેમ આદર, ધાર્મિક પ્રવૃતિ કેળવાય તે માટે શ્રી શનિધામ બનાવી હિન્દુ- સનાતન ધર્મના ફેલાવા માટે સંદેશ આપ્યો.

શ્રી કનુભાઈ એ શનિધામ ની સ્થાપના માટે અવિરત પ્રયત્નશીલ રહ્યાં. શ્રી શનિદેવ મહારાજે આ પરિવારની કસોટી કરી તેમને યોગ્ય ઠેરવી આગળ ના કાર્યો વેગાવંતા બનાવ્યા.

આ શનિધામ ની દરેક પ્રવૃતિને વેગવંતી બનાવવા, ભારતદેશ માં હિન્દુ ધર્મનો ફેલાવો કરવા, શ્રી શનિદેવ મહારાજ ના આશિર્વાદ સદાયે મળતા રહે, તે માટે સદાયે આપસર્વેનો સાથસહકાર મળતો રહે તેવી સંસ્થા તરફથી નમ્ર વિનંતી.

ચાલો આપણે સર્વે ભેગા મળી શનિધામ દરેક કાર્યો ને વેગવંતા બનાવીએ.

ટ્રસ્ટી મંડળ

શ્રી કનુભાઈ કે. પટેલ
અધ્યક્ષશ્રી
શ્રીમતી જયશ્રીબેન કે. પટેલ
ખજાનચી
શ્રી જયંતિભાઈ કે. પટેલ
કમિટી સભ્ય
શ્રી આકાશ કે. પટેલ
ઉપાધ્યક્ષશ્રી
શ્રી મહેન્દ્રભાઇ કે. પટેલ
કમિટી સભ્ય
કમિટી સભ્ય
શ્રી અતુલભાઈ આર. પટેલ
શ્રી પાર્થ જે. પટેલ
કમિટી સભ્ય
શ્રીમતી જાગૃતીબેન જે. પટેલ
કમિટી સભ્ય