બેબી મધર
આપ સૌ જાણો છો કે સ્વાસ્થય ને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે , કે પછી શારિરીક અંગોની સર્જીકલ સેવા ઓ કરાવવા માટે આધુનિક એલોપેથિક સારવાર માટેનો ખર્ચ બેકાબૂ બનતો જાય છે. બીમારી નું નિધન કરાવવું સામાન્ય માણસ માટે વિકટ બનતું જાય છે, કારણ નિષ્ણાત ડોક્ટર સાહેબ સામે બેઠા પછે જે સવાલ જવાબ થાય, તેને કંસલ્ટિંગ કહેવાય છે. તેની ઓછામાં ઓછી ફી રૂ.300 થી શરૂ થાય છે. ત્યાર પછી ડોક્ટર સાહેબ ની સૂચના મુજબ નિર્ધારિત કેન્દ્ર પર જઈ.
૧. બ્લડ ટેસ્ટ ૨. યુરીન ટેસ્ટ ૩. બ્લડ પ્રેશર માપવું ૪. સુગર ટેસ્ટ ૫. કોલેસ્ટેરોલ માપવું ૬. જરૂર જણાય ત્યાં એક્સ-રે વગેરે નો ખર્ચ નિદાન કેન્દ્રો ને ચુકવવો પડે છે. આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાને કે પરિવાર ના સભ્યોની જરૂરી સ્વાસ્થય ચિકિત્સા કરાવવા કેટલીક મુંજવણના અંતે ક્યારેક દેવાદારીમાં ઉતરી જતો હોય છે.
આવા સમયે શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ -વિજાપુર સેવાભાવી ડોક્ટરો, નર્સ-બહેનો તથા ટેકનિકલ સ્ટાફ નો સહયોગ લઈ મોબાઈલ લેબોરેટરી વાન દ્વારા ગામડે ગામડે જઈ ઉપર મુજબ ની તમામ સેવાઓ સમય અંતરે નિયમીત પણે કોઈપણ જાતિ-જ્ઞાતી કે ધર્મના ભેદભાવ વગર વિનામુલ્યે શરૂ કરે છે, અને શરીરમાં સ્થાપિત રોગોનું સચોટ નિદાન કરી જરૂરી સલાહ સૂચન કરી શરીરને સ્વસ્થ રાખવાની જરૂરી દવાઓ પણ આપવાની જોગવાઈ કરેલ છે. સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવા ખાવા-પીવા ની કુટેવો છોડવા જરૂરી માર્ગદર્શન આપી સ્વાસ્થય ને મજબૂત બનાવવા ની સમજ આપે છે.
વધુ માં ક્યારેક શરીર ના અંગોમાં કોઈ અકસ્માત કે અચાનક પડવા વાગવા થી હાથ-પગ , માથાના ભાગે,કરોડરજ્જુમાં નુકશાન થતું હોય છે. તે સાંધવા ની ક્રિયા હાડકાના નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરાવ્યા બાદ શરીર ના અંગો ફરીથી વ્યસ્થિત રીતે કામ કરતા થાય તે માટે કસરતી સારવાર પણ એટલી જ જરૂરી છે. તેથી તે અંગેની સારવાર માટે શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ-વિજાપુર, સાધનો નું એક સેવા કેન્દ્ર ઊભું કરવા નું આયોજન કરી રહી છે. પરંતુ આ સાધનોની ખરીદ શક્તિ ન હોય તેવા ગામડાઓ માં દર્દી ઓને ટોકન ભાડું લઈ પુરા પાડવા માં આવશે. આમ સામાન્ય જનોનો સધિયારો બની સેવાઓ પુરી પાડશે.
શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ- વિજાપુર આ ભગીરથ કાર્યોની સુવાસ સદૈવ મહેંકતી કરવાના શુભ આશયથી કાર્ય ની જાણ આપના સમક્ષ મૂકી છે.
ઇન્કમટેક્ષ ધારા ૮૦ જી હેઠળ દાન સ્વિકારવા માં આવે છે.