શ્રી શનિદેવ નો મહિમા

શ્રી શનિદેવની ગણતરી ઉગ્ર દેવતા માં થાય છે. શનિ નું નામ સાંભળી ને લોકો ધ્રુજી જાય છે. આવનારી આફતો અને કષ્ટોથી ભયભીત બની જાય છે. વાસ્તવિકતા તો એ છે કે શ્રી શનિદેવ નિષ્ઠાવાન દાર્શનિકો અને સન્યાસી ઑ પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવે છે. જીવન ના કટુસત્ય નું ભાન કરાવે છે. ક્રોધિત થયા બાદ શ્રી શનિદેવ બધુ જ હરી લે છે. અને પ્રસન્ન થયા બાદ તેઓ માત્ર દશગણું જ નથી આપતા તે વ્યક્તિને દેવતુલ્ય બનાવી દે છે. આ કલિકાળ માં તમે શ્રી શનિદેવ ની આરાધના -ઉપાસના , સાધના કરીને તે બધુ પ્રાપ્ત કરી શકો છો, જેની તમે આશંકા ધરાવો છો. તમે શનિગ્રહ ના અધિપતી અને ઈશ્વર ના સમકક્ષ દેવલોક ના શ્રી સૂર્યપુત્ર શનિદેવ ની આરાધના , ઉપાસના , સાધના તથા તેમના મંત્રો ની સિદ્ધિપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ કરી શકો. તે જ માત્ર આ સંસ્થાનો એક માત્ર ઉદ્દેશ છે.

નિલાંજન સમાભાશં, રવિ પુત્રો યમાગજામ

છાયા માર્તંડ શંભુતમ તમ નમામિ શનૈશ્વર

સંસ્થા પરિચય

આપ સૌ જાણો છો કે સેવા , સંગઠન અને સહકાર એ ભારતીય સંસ્કૃતિ ના પાયા ના સંસ્કાર છે. સેવા દ્વારા વ્યક્તિગત ઉત્થાન, સંગઠન દ્વારા સામાજિક ઉત્થાન અને સહકાર દ્વારા સમગ્ર રાષ્ટ્ર નું પુનર્ગઠન થતું હોય છે. એવા જ ઉન્નતકાર્યની પ્રખરજ્યોત સાથે વિખરાતા જતાં સમાજજીવન ને પુનર્ગઠીત કરવા શ્રી શનિદેવ સેવા ટ્રસ્ટ – વિજાપુર ના ઉપર મુજબ નામાંકિત કરેલ શુભનામી , શિક્ષિત અને સેવાભાવી ટ્રસ્ટીઓ કે જેઓ કોઈપણ જાતના પ્રલોભન વગર પોતાના વ્યવસાયિક જીવન માંથી સમય કાઢી, નિર્મળ ભાવે સેવાકાર્યમાં જોડાઈ, “સતત સેવા એજ પૂજા” ઉક્તિને સાર્થક કરી કર્મયોગી સેવકોથી જ સમાજ , સંસ્થા અને રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ થાય છે, આવો વિચાર આપણી સમક્ષ મુકી સેવકાર્યની આહલેક જગાવવા એક થયા છે.તેઓની આ ઓળખ ને તેમના વિચારોને અને તેમના સેવાભાવનાને આપ સૌ સાથે મળી અને સહકાર આપીને બળ પૂરૂ પાડશો એજ.